Election Results 2023 LIVE Updates

આજે 4 રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થવાના છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ માટે આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે. જેમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. 8.30 વાગ્યે EVM મતોની ગણતરી શરૂ થશે.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ

છત્તીસગઢની 90 બેઠકોના ચૂંટણી પરિણામ આવવાનો છે. જ્યાં 1181 ઉમેદવારોના ભાગ્ય ઈવીએમમાં કેદ થયો છે જે આજે ખુલવાનો છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જેમાં પ્રથમ 5139 પોસ્ટલ બેલેટની ગણતરી થશે, 8.30 વાગ્યાથી EVM મતોની ગણતરી શરૂ થશે. છત્તીસગઢમાં 72% મતદાન નોંધાયુ હતુ. અત્રે જણાવીએ કે, છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કડી ટક્કર છે. જ્યાં 2,03,80,079 મતદાતા છે તેમજ 33 કેન્દ્રો પર મત ગણતરી થશે.

કયા રાજ્યમાં કેટલું મતદાન નોંધાયું?

રાજસ્થાન વિધાન સભા ચૂંટણી માટે 27 નવેમ્બર 2023ના રોજ મતદાન થયું હતુ, જેમાં 75.45 ટકા રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયું હતુ.
છત્તીસગઢમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 70.87 ટકા મતદાન નોંધાયું હતુ.
મધ્ય પ્રદેશમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 71.11 ટકા મતદાન નોંધાયું હતુ
તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થયું હતુ, જેમાં પાંચ વાગ્યા સુધીમાં 71.34 ટકા મતદાન નોંધાયું હતુ

મધ્યપ્રદેશમાં જાહેર થશે જનતાનો ફેસલો

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ આજે આવવાનો છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે જેમાં 8.30 વાગ્યે EVM મતોની ગણતરી શરૂ થશે. અત્રે જણાવીએ કે, 230 બેઠકોના ચૂંટણી પરિણામ આવવાનું છે. આપને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ ચૂંટણીમાં 77.15% મતદાન નોંધાયુ હતુ જેમાં મુખ્ય ટક્કર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. જો કે, મતદાતાઓની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં 5,61,36,229 મતદાતા છે. 2899 ઉમેદવારો રાજકીય મેદાનમાં ઉતર્યા છે. 14-14 ટેબલ પર મત ગણતરી થશે અને મત ગણતરનીને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે. રાજ્યમાં કુલ 5061 ટેબલો પર મતગણતરી થશે અને 52 કેન્દ્રો પર મતગણતરી થશે.

રાજસ્થાનમાં સત્તા કે રિવાજ બદલાશે ?

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ માટે જોવાતી રાહનો અંત આવ્યો છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે તેમજ સૌપ્રથમ 4 લાખ 36 હજાર 664 પોસ્ટલ મતોની ગણતરી થશે. બાદમાં અન્ય રાજ્યની જેમ ઈવીએમ હાથમાં લેવાશે. રાજસ્થાનમાં 74.62% મતદાન નોંધાયુ હતુ. રાજસ્થાનની 199 બેઠકો પર કુલ 1863 ઉમેદવારો રાજકીય મેદાનમાં ઉતર્યા હતા. રાજ્યમાં 2534 ટેબલ પર મતગણતરી થશે. રાજ્યમાં કુલ 4245 રાઉન્ડમાં મત ગણતરી પુરી થશે જેમાં 36 કેન્દ્રો પર મત ગણતરીનું આયોજન છે. રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર પણ મજબૂત છે તેવું એક્ઝિટ પોલ બતાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં 183 મહિલા ઉમેદવારો મેદાને છે. તેમજ 737 અપક્ષ ઉમેદવારો પોતાનો નસીબ અજમાવ્યો છે. BSP 185 ઉમેદવારો લડી રહ્યા છે. જો રાજ્યમાં 5,26,80,545 મતદાતા છે.

2018 વિધાનસભા ચૂંટણીમાં પરિણામ શું આવ્યું હતુ?

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018ના પરિણામની વાત કરીએ તો, કુલ 199 બેઠકોમાં કોંગ્રેસને 100, ભાજપા 73, અપક્ષ 13, બીએસપી 6, આરએલપી 3, સીપીઆઈ 2, બીટીપી 2 અને આરએલડીએ 01 બેઠક મેળવવામાં સપળ થઈ હતી.
છત્તીસગઢમાં 2018 ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 90 બેઠકમાંથી કૉંગ્રેસને 68, ભાજપને 15, જેસીસી 05 અને બીએસપી 02 બેઠક જીતવામાં સફળ રહી હતી.
મધ્ય પ્રદેશમાં 2018 ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 230 બેઠકમાંથી કોંગ્રેસ 114 બેઠકો મેળવીને બમ્પર જીત મેળવવામાં સફળ રહી હતી. ભાજપ 109 બેઠક, બીએસપી 2 બેઠક, સપા 1 અને અપક્ષ 4 બેઠક જીતવામાં સફળ રહ્યા હતા.
તેલંગાણામાં 2018 ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 119 બેઠકમાંથી ટીઆરએસ 88 બેઠકો મેળવીને સૌથીવધારે બેઠક જીતવામાં સફળ રહી હતી, તો કોંગ્રેસ 19 બેઠક, ટીડીપી 2 બેઠક, ભાજપ 1, એઆઈએમઆઈએમ 7 બેઠક, અને અપક્ષ 2 બેઠક જીતવામાં સફળ રહ્યા હતા.

પાંચ વર્ષ કોની સરકાર ?

તેલંગાણાની જતાનો શુ છે મિજાજ તે આજે જાણવા મળશે. કારણ કે, પાંચ વર્ષ માટે કમાન કોના હાથમાં આપી છે તે આજે જાણવા મળવાનું છે. તેલંગાણામાં 71.34% મતદાન નોંધાયુ હતુ. 119 બેઠકોના ચૂંટણી થઈ હતી. તેલંગાણામાં BRS-ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. અહીં 3,17,32,727 મતદાતાઓ છે.

લાઈવ રિઝલ્ટ જોવા માટેની લિંક

આજતક પર રિઝલ્ટ લાઈવ જોવા માટે અહી ક્લિક કરો
Abp અસ્મિતા પર લાઈવ રિઝલ્ટ જોવા માટે અહી ક્લિક કરો
Tv9 પર લાઈવ રિઝલ્ટ જોવા માટે અહી ક્લિક કરો
સંદેશ ન્યૂઝ પર લાઈવ રિઝલ્ટ જોવા માટે અહી ક્લિક કરો

Gujarat Sewa Educational Website where you will be able to find details about various Jobs on different categories, Results, Syllabus, Government Schemes and much more.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!