હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે માવઠાની ભારે આગાહી

અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે

રાજ્યમાં ઠંડી અને ગરમીની સાથે વરસાદ પણ પડી શકે છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે શનિવાર એટલે કે 26મી તારીખથી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે પોતાની આગાહીમાં કહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ધરખમ પલટો આવવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે તેમની આગાહીમાં જણાવ્યું છે કે 26 થી 28 નવેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે તેમણે કહ્યું છે કે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના રહેશે. મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. સુરતમાં ભારે વરસાદની સંભાવના છે, આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના છે.

ગુજરાતના કેટલા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેશે ?

ભારે વરસાદને લઈને હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે માહિતી આપી છે કે પંચમહાલ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો જેમ કે મહેસાણા, પાલનપુરના ભાગો અને અન્ય ભાગોમાં પણ વરસાદ પડશે. કેટલાક ભાગોમાં રેકોર્ડ બ્રેક ઠંડી અને કમોસમી વરસાદ પડશે. બંગાળની ખાડીમાં સર્જાતી અન્ય હવામાન પ્રણાલી ડિસેમ્બરમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. આ સિસ્ટમ 26 થી 28 તારીખે બનશે અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વધુ મજબૂત બનશે. પરિણામે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

ગુજરાતના કેટલા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની સંભાવના રહેશે ?

આ પહેલા પણ અંબાલાલ પટેલે કહ્યું હતું કે 5 ડિસેમ્બર પછી પણ હવામાનમાં ફેરફાર થશે અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ભારે વરસાદ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે સુરત, આહવા, ડાંગમાં વરસાદ અને કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. કૃષિ માટે, અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 24મીથી ડિસેમ્બરની શરૂઆત સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. 27મી પછી એક જોરદાર ડિસ્ટર્બન્સ થશે જેના કારણે દેશના ઉત્તરી પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે. જેથી ધીમે ધીમે શિયાળુ પાક માટે હવામાન સાનુકૂળ બનશે. આ સાથે ઘઉં, રાઈ અને સરસવના પાક માટે પણ હવામાન અનુકૂળ રહેશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે ઉપરોક્ત સમયગાળા દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, બનાસકાંઠાના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સિવાય કેટલાક ભાગોમાં વરસાદની પણ શક્યતા છે.

કઈ તારીખે વરસાદની સંભાવના રહેશે. ? 

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે તેમની આગાહીમાં જણાવ્યું છે કે 26 થી 28 નવેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે તેમણે કહ્યું છે કે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના રહેશે.

Gujarat Sewa Educational Website where you will be able to find details about various Jobs on different categories, Results, Syllabus, Government Schemes and much more.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!