Talati Confirmation Form @ojas.gujarat.gov.in

Table of Contents

Join WhatsApp Group Join Now

Talati Cum Mantri Exam Confirmation Form – તલાટી કમ મંત્રી પરિક્ષાનું સંમતી ફોર્મ 

જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિ કલીક કરો. સંમતિ અંગેનું ફોર્મ તા. ૧૩.૦૪.૨૦૧૩ ના રોજ બપોરે ૧૬.૦૦ કલાકથી તા.૨૦.૦૪.૨૦૧૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે.

 

તલાટી કમ મંત્રી ઉમેદવારો માટેની અગત્યની સૂચના- GPSSB Talati Sammati Patra

 ૨/-  ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર જાહેરાત ક્રમાંક:- ૧૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી ઉમેદવારો માટેની અગત્યની સૂચના જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ-૧૭,૧૦,૩૬૮ ઉમેદવારો નોંધાયેલ છે. ઉપરોકત જાહેરાત અન્વયેની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૭.૦૫.૨૦ર૩ ના રોજ મંડળ ધ્વારા યોજાનાર છે.

૩/- પરીક્ષામાં ઓનલાઇન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષા પરત્વે ગંભીર હોતા નથી, તેમજ પરીક્ષામાં પણ હાજર રહેતા નથી. તા.૯/૪/૨૦૨૩ના રોજ યોજાયેલ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ નોંધાયેલ ૯,૫૩,૭૨૩ ઉમેદવારો સામે માત્ર ૩,૯૧,૭૩૬ (૪૧%) ઉમેદવારો હાજર રહેલ છે. આમ ઉમેદવારોની ગેરહાજરીનું પ્રમાણ ઘણું મોટું રહેલ છે.

૪/- સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇને આયોજન કરવુ પડતુ હોય તે માટે ખૂબ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થાઓ કરવાની થાય છે, જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડો, ઇન્વીજીલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક વિગેરે તેમજ પોલીસ સ્ટાફ પણ મોટા પ્રમાણમાં રોકાયેલ રહે છે. પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓનો બીનજરૂરી ખર્ચ પણ થાય છે. જેનો બોજો અંતે તો જાહેરજનતા ઉપર જ આવે છે.

૫/- આથી જે ઉમેદવારો પરીક્ષા આપવા ઇચ્છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી જાણ થઇ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વઘારે સારી રીતે કરી શકાય. જેનો લાભ છેવટે ઉમેદવારોને જ મળી શકે.

૬/- અમુક ઉમેદવારો પોતાની પર્સનલ ડીટેઇલમાં થોડો ઘણો ફેરફાર કરીને એક કરતાં વધારે ઓનલાઇન અરજીઓ પણ કરતાં હોય છે. જેથી આવા ઉમેદવારોની એક સિવાયની બીજી અરજીઓ “રદ” કરવી જરૂરી છે.

૭/- આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે માટે ઉમેદવારે OJAS વેબસાઇટ ઉપરના HOME PAGE ઉપર NOTICE BOARD સેકશનમાં જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિં કલીક કરો” ઉપર કલીક કરી લોગીન કરવાનું રહેશે. ઉમેદવારે ઓજસ વેબસાઇટ ઉપર ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ તા. ૧૩.૦૪.૨૦૧૩ ના રોજ બપોરે ૧૬.૦૦ કલાકથી તા.૨૦.૦૪.૨૦૧૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ : ૨૦.૦૪.૨૦૧૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક બાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહિ.

૮/- જે ઉમેદવારો જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની “પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ” OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન સબમીટ કરશે ત્યારે તે પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ થશે અને સંમતિ ફોર્મ સબમીટ કર્યા બદલ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.

૯/- કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ ઉમેદવારે સાચવી રાખવાનો રહેશે. કોડ વિના ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ માટેનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે નહીં જેની ઉમેદવારોને ખાસ નોંધ લેવી. E- જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની જાહેરાત અન્વયે કરેલી ઓનલાઇન અરજીઓ આપોઆપ રદ થશે. અને આવા ઉમેદવારો જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની તા.૦૭.૦૫.૨૦૧૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પોતાના કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં અને આ અંગેની કોઇપણ રજઆતો પાછળથી મંડળ ધ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.

૧૦/- એક ઉમેદવાર પોતે એક જ સંમતિ ફોર્મ ભરી શકશે. જો કોઈ ઉમેદવારે જાહેરાત ક્રમાંક- ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) અન્વયે બે ઓનલાઇન અરજી કરેલ હશે અને બે કન્ફર્મેશન નંબર મેળવેલ હોય તો પણ તેવા ઉમેદવારે કોઈપણ એક કન્ફર્મેશન નંબર ઉપરથી ઉપર મુજબનું એક જ સંમતિ ફોર્મ ભરવાનું રહેશે.

૧૧/- જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) અન્વયે જો કોઈ ઉમેદવાર દ્વારા અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ સંમતિ ફોર્મ ઉમેદવાર ધ્વારા ભરેલ હોવાનું જણાઇ આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે. ૧૨૪- જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) માટે નોંધાયેલ

તલાટી પરીક્ષાનું સંમતિ પત્ર 

જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭.૦૫.૨૦૨૩ ના રોજ યોજાનાર પરીક્ષા આપવા માટેના સંમતિ ફોર્મ માત્ર ઓનલાઇન OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર જ ભરી શકાશે. અન્ય કોઇ માધ્યમથી સંમતિ ફોર્મ મંડળ ધ્વાર સ્વીકારવામાં આવશે નહિ.

Gujarat Sewa Educational Website where you will be able to find details about various Jobs on different categories, Results, Syllabus, Government Schemes and much more.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!