આજે આસો સુદ એકમથી પ્રથમ નોરતું શરૂ થઈ રહ્યું છે અને આ દિવસે દરેક વ્યક્તિમાં અંબા અને કુળદેવી ના દર્શને પહોંચ્યા છે અને પુરા ગુજરાતમાં એક ઉત્સવ માહોલ સર્જાઇ રહ્યો છે..
આજથી આસો નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે જે 15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી ચાલશે. જ્યારે 26 ઓક્ટોબર દશેરાનો મહોત્સવ ઉજવાશે. જો વાત કરવામાં આવે તો વડોદરા, સુરત, પોરબંદર, રાજકોટ, અમદાવાદ જવા શહેરોમાં નવરાત્રિની કંઈક અલગ જ ઝલક જોવા મળી રહી છે. આ શહેરોમાં જુદી જુદી જાતના કળા, ફૂલો અને ચણીયાચોલીની માંગમાં જબરદસ્ત વધારો થયો છે તો એક તરફ તેજીનું માર્કેટ પણ સર્જાઇ રહ્યું છે
લાઈવ નવરાત્રિ 2023
આ પોસ્ટમાં તમને વિવિધ શહેરો જેમ કે અમદાવાદ, સુરત પોરબંદર, રાજકોટ, અમદાવાદ, નવસારી, મોરબી, કચ્છ-ભુજ તેમજ જૂનાગઢ શહેરોના લાઈવ ગરબા જોવા મળશે. અહીં અમે અલગ અલગ શહેરોની youtube ની લાઈવ લિંક મૂકેલી છે જેના ઉપરથી તમે ડાયરેક્ટ લાઈવ ગરબા જોઈ શકશો.
હવે તમે આ પોસ્ટ ઉપરથી અલગ અલગ શહેરોના ગરબાની આનંદ અને મજા માણી શકો છો. આ માટે તમારે કોઈ શહેરોમાં જવાની જરૂર નથી જો તમને આ પોસ્ટ પસંદ આવે તો તમારા મિત્રોને પણ આ લીંક મોકલો.
અમદાવાદથી લાઈવ ગરબા
આપણા ગુજરાતમાં ગરબા એક અલગ જ ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે જો હવે વાત કરવામાં આવે તો ગુજરાતના ગરબા ભારત નહીં પરંતુ પુરા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા છે જો આ વર્ષની વાત કરવામાં આવે તો અમેરિકા, લંડન, યુકે, બ્રાઝિલ જેવા મોટા દેશોમાં પણ ગરબા નો ક્રેઝ વધી રહ્યો છે. આ બધા ગરબાની શરૂઆત આપણા અમદાવાદથી થઈ હતી એવું કહેવામાં આવે છે કે અમદાવાદના ગરબા ખૂબ જ પ્રખ્યાત છે. તો ચાલો જોઈએ આપણે અમદાવાદથી લાઈવ નવરાત્રી નીચેની લીંક ઉપરથી…
‘યુનાઇટેડ વે ઓફ બરોડા’ નવરાત્રિ લાઈવ
વડોદરા શહેરમાં ગુજરાતના સૌથી મોટા ગરબા અને ગરબી યોજાય છે. સૌથી મોટા ગરબા યુનાઇટેડ વે ઓફ બરોડા તરીકે ઓળખાય છે. અહીં યોજાતા ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમે છે.
યુનાઇટેડ વે ઓફ બરોડા ગરબા એક ભવ્ય સ્તરે આયોજિત એક મહોત્સવ છે અને તે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં ફેલાયેલું છે. વિશ્વમાં સૌથી મોટા ગરબા ગ્રાઉન્ડ તરીકે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિશ્વભરના લાખો લોકો દર વર્ષે ચૂક્યા વિના આ સ્થળે પડે છે યુનાઇટેડ વે ગરબાનું આ વર્ષ 37 નું વર્ષ છે.
રાજકોટથી લાઈવ ગરબા
જો રાજકોટની વાત કરવામાં આવે તો દર વર્ષે આ વખતે પણ રાજકોટ વાસીઓએ ગરબાનું ખૂબ જ ભવ્ય આયોજન કર્યું છે. રાજેશ આહીર, એશ્વર્યા મજમુદાર જેવા ખૂબ જ સુપ્રસિદ્ધ કલાકારો રાજકોટમાં પધારશે. રાજકોટમાં મવડી, નાના મૌવા, મોટા મૌવા, રાજકોટ રીંગરોડ તેમજ માધાપર ચોકડી બાજુ ખૂબ જ મોટા પ્રમાણમાં ગરબા અને ખેલૈયાઓ જોવા મળશે. જુઓ રાજકોટ થી ગરબા લાઈવ…
મહત્વની લિંક
- ફાલ્ગુની પાઠક લાઈવ ગરબા
- નાયડુ ક્લબ લાઈવ ગરબા મુંબઈ
- કિર્તીદાન ગઢવી લાઇવ ગરબા
- ઓસમાણ મીર લાઇવ ગરબા
- ગીતાબેન રબારી લાઇવ ગરબા મુંબઇ
- નાઇડુ કલબ નવરાત્રી લાઇવ ગરબા
- એસ.કે. ગૃપ આણંદ લાઇવ ગરબા
- ઐશ્વર્યા મજમુદાર લાઇવ ગરબા
- પાર્થીવ ગોહિલ લાઇવ ગરબા
- સરદાર ધામ રાજકોટ લાઈવ ગરબા
- ગાંધીનગર Cultural Forum લાઈવ ગરબા
- ભૂમિ ત્રિવેદી લાઈવ ગરબા.
- કિંજલ દવે લાઈવ ગરબા મુંબઈ જોવા અહિં ક્લીક કરો