Health benefits of Morning Walk

જ્યારે તમે સવારે વહેલા ઉઠો છો ત્યારે સૌ પ્રથમ તો તમે તમારી રોજની દિનકર્યા પૂરી કરતા હોવ છો.અને સવારના પોરમાં હલનચલન એ તમારી પ્રથમ પ્રાથમિકતા ન હોઈ શકે પરંતુ જો તમારા દિવસની શુભ શરૂઆત તમે ચાલવાથી કરી શકો તો તમારી રોજિંદી ચાલવાની આ ટેવ તમારા સ્વાસ્થ્યને અનેક લાભો પ્રદાન કરી શકે છે. રોજબરોજ સવારના ચાલવાના( Morning walk)આવા દસ લાભો અમે અહીં નીચે રજૂ કરી રહ્યા છે.

શરીરની ઊર્જામાં વધારો કરે છે.

જો તમે નિત્ય રોજિંદા તમારા શુભ દિવસની શરૂઆત ચાલવાથી કરો છો તો તમે સમગ્ર દિવસ દરમિયાન પણ ખૂબ જ ઉર્જા મહેસુસ કરશો. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે પુખ્ત વયના લોકો 20 મિનિટ ઘરની અંદર જ ચાલ્યા હતા તેના કરતાં જે લોકો 20 મિનિટ સુધી ઘરની બહાર ચાલ્યા હતા તેમાં વધારે ઉર્જા અને જોમ જોવા મળ્યું હતું.

જો તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ 20 થી 30 મિનિટ ચાલવાનો પ્રયાસ કરશો તો તમને ઓટોમેટીક જ આત્મસન્માનમાં સુધારો, મૂડમાં સુધારો, તેમજ તણાવ, ચિંતા, થાક અને ડિપ્રેશનમાં પણ ઘટાડો જોવા મળશે.

વજન ઘટાડવા માટે ઉપયોગી 

રોજ સવારે 30 મિનિટ સુધી મધ્યમ ગતિએ ચાલવાથી તમે રોજની 160 કેલરી જેટલી કેલરી બર્ન કરી શકો છો. આમ રોજિંદી ચાલવાની ટેવથી તમારું શરીર સ્વસ્થ્ય અને સુડોળ બનશે અને તમારા વજનમાં પણ દિવસે ને દિવસે ચરબીના થર દૂર થવાને કારણે ઘટાડો જોવા મળશે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

રોજિંદા ચાલવાની ટેવ ને કારણે શરીરની ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રીતે થાય છે, તેમજ શરીરમાં રહેલા ટોક્સિન્સ પણ બહાર નીકળે છે.આમ જોવા જઈએ તો નિત્ય ચાલવાથી શરીરના સમગ્ર અંગોને સ્ફૂર્તિ પ્રદાન થાય છે જે ઓવરઓલ શરીરની રોગ પ્રતિકારક શક્તિને પણ વધારો કરવામાં મદદરૂપ થાય છે.
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ 30 મિનિટ સુધી ચાલવાથી થતી ઘણા બધા રોગોનું જોખમ 19% જેટલું ઘટે છે.

મજબૂત સ્નાયુઓ ના ઘડતર માટે ઉપયોગી

સવારે વહેલું ઊઠીને ચાલવાથી તમારા પગના સ્નાયુઓ મજબૂત બને છે, રોજ સવારે ઊઠીને મધ્યમથી ઝડપી ગતિએ ચાલવાથી કે સીડીઓ ચડવાથી કે ટેકરી ઉપર ચડવાથી શરીરના સ્નાયુઓ મજબૂત બને છે.

મગજની માનસિક સ્થિતિમાં સુધારો થાય છે.

રોજ સવારનું મોર્નિંગ વોકએ ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પૂરી પાડે છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે પુખ્ત વયના લોકોમાં કે જેઓએ સવારે દિવસની શરૂઆત ચાલવાથી કરી હતી તેઓ બેઠાડું રહેતા લોકોની તુલનામાં કરેલ કામમાં ઘણા બધો તફાવત જોવા મળ્યો હતો.

સંશોધકોના મત મુજબ રોજિંદા ચાલવાથી, વિચારોનો મુક્ત પ્રવાહ ખૂલે છે. જે કોઈપણ સમસ્યા હલ કરવામાં મદદરૂપ થઈ શકે.

રાત્રિની સારી ઊંઘ માટે સવારે વહેલું ચાલવું

જો તમે રાત્રિ દરમ્યાન અનિદ્રાથી કે ઓછી નિંદ્રાથી પીડાતા હો તો સવાર અને સાંજ હળવી કસરતો કરવાથી રાત્રિ દરમિયાન તમને ઊંઘવામાં નડતરરૂપ તમામ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.

શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે

સવારે મોર્નિંગ કરવાથી આખા દિવસ દરમિયાન તંદુરસ્તી જળવાઈ રહે છે તમે ચાલ્યા બાદ વધુ ઉત્સાહિત અને વધુ ફ્રેશ અનુભવ કરી શકો છો.

આ ઉપરાંત રોજ સવારે નિયમિત રીતે મોર્નિંગ વોક કે હલનચલન કરવાથી નીચે મુજબના લાભો પણ પ્રાપ્ત થાય છે.

  • શરીર સુદઢ બને છે.
  • શરીર ઉર્જાવાન બને છે.
  • શરીરમાં રહેલા ઝેરી ટોક્સિન્સ બહાર નીકળે છે.
  • શરીરના અવયવો અને અંગોની કાર્યક્ષમતામાં સુધારો થાય છે.
  • શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રીતે થઈ થાય છે.
  • ચહેરાની સ્કીન ટોનમાં પણ સુધારો આવે છે.
  • મગજના કોષો એક્ટિવ થાય છે.
  • કબજિયાત જેવી પરિસ્થિતિમાં પેટ સાફ આવે છે.
  • આંખોનું તેજ વધે છે. અને રોશનીમાં વધારો થાય છે.
  • આમ રોજ સવારે નિત્ય ઊઠીને ચાલવાથી ઉપર દર્શાવેલ અને અન્ય પણ ઘણા બધા ફાયદાઓ થાય છે.

Gujarat Sewa Educational Website where you will be able to find details about various Jobs on different categories, Results, Syllabus, Government Schemes and much more.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!