નિયામકશ્રી, વિકસિત જાતિ કલ્યાણ/આદિજાતિ વિકાસની કચેરી/અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11 થી 12, ડિપ્લોમા, ITI, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમની વર્ષ 2023-24 ની શિષ્યવૃત્તિ મેળવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તારીખ 22/09/2023 થી ઓનલાઈન અરજી કરી શકે છે, અરજી કઈ રીતે કરવી? ડૉક્યુમેન્ટ શું શું જોઈએ? લૉગિન કઈ રીતે કરવું? સ્કૉલરશીપ ક્યારે જમા થશે? વગેરે તમામ માહિતી જાણવા માટે આ પોસ્ટ પૂરી વાંચો.
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ યોજના 2023
યોજનાનુ નામ | ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ |
લાભ કોને કોને મળશે? | OBC, EBC, DNT, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના સ્ટુડન્ટ |
ફોર્મ ભરવાની શરૂઆત | 22/09/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 05/11/2023 |
અરજી કઈ રીતે કરવી? | ઓનલાઈન અરજી કરવાની રહેશે |
ફોર્મ ભરવાનો ઓફિશિયલ વેબસાઇટ | digitalgujarat.gov.in |
ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના
ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11 થી 12, ડિપ્લોમા, ITI, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમની વર્ષ 2023-24 ની શિષ્યવૃત્તિ મેળવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તારીખ 22/09/2023 થી ઓનલાઈન અરજી કરી શકે છે.
ડીજીટલ ગુજરાત સ્કોલરશીપનો લાભ કોને કોને મળશે?
- ધોરણ 11 થી 12
- ડિપ્લોમા
- ITI
- સ્નાતક
- અનુસ્નાતક
- પીએચડી
- એમફીલ
ડીજીટલ ગુજરાત સ્કોલરશીપમાં લાભ લેવા માટે ક્યાં ક્યાં ડૉક્યુમેન્ટની જરૂર પડશે?
ડીજીટલ ગુજરાત સ્કોલરશીપમાં લાભ લેવા માટે ક્યાં ક્યાં ડૉક્યુમેન્ટની જરૂર પડશે તેની વિગતવાર માહિતી નીચે આપેલી છે:
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- ધોરણ 10ની માર્કશીટ
- કોલેજની તમામ સેમની માર્કશીટ
- બેન્ક પાસબૂકની ઝેરોક્ષ
- આધારકાર્ડની ઝેરોક્ષ
- વિદ્યાર્થીએ ભરેલ ફીની નકલ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ : અગત્યની તારીખો
- ફોર્મ શરૂ તા. : 22/09/2023
- ફોર્મ છેલ્લી તારીખ : 05/11/2023
મહત્વની લિંક
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
ફોર્મ કેવી રીતે ભરવું?
વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કેવી રીતે ફોર્મ ભરવું તેની માહિતી માટે નીચે આપેલ સ્ટેપ્સ ફોલ્લો કરો:
- સૌપ્રથમ વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર Citizen તરીકે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- નવુ રજીસ્ટ્રેશન આધારકાર્ડ નંબર, મોબાઈલ નંબર, Email ID તેમજ નક્કી કરેલા પાસવર્ડ દ્વારા કરવાનું રહેશે, જેને હરરોજ માટે સાચવી રાખવાના રહેશે.
- રજીસ્ટ્રેશન વખતે મોબાઈલ નંબર અને ઈમેલ ID ફરજીયાત હોવાથી વિદ્યાર્થી પાસે ઈમેલ અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
- રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ પોતાના મોબાઈલ નંબર, ઈમેલ ID, યુઝરનેમ તથા જે પાસવર્ડ બનાવેલો હોય તેનો ઉપયોગ કરી પુન: લોગીન કરી પોતાની પ્રોફાઈલ અપડેટ કરવી જરૂરી છે.
- જે વિદ્યાર્થી અગાઉ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવેલ હોયતેઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહિ. તેઓ અગાઉના Login ID-Password વડે લોગીન કરી જે તે લાગુ પડતી યોજનામાં સીધી અરજી કરી શકશે.
- જે વિદ્યાર્થીઓ ગત વર્ષનો પોતાનો ID-Password ભૂલી ગયેલ હોય તે વિદ્યાર્થીઓએ “ફોરગેટ પાસવર્ડ” પર ક્લિક કરી પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ પર ઑ.ટી.પી મેળવી નવો પાસવર્ડ બનાવી લેવાનો રહેશે. નવો પાસવર્ડ મળ્યા બાદ પોતાનો મોબાઈલ નંબર યુઝર આઇ.ડી રહેશે અને પાસવર્ડ જે નવો બનાવેલ છે તે રહેશે. “ફોરગેટ પાસવર્ડ” મેનુ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગીન પેજ પર અવેલેબલ છે.
- જે વિદ્યાર્થીઓનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ખોવાઈ ગયેલ હોય કે કોઈ કારણસર બંધ થઇ ગયેલ હોય તો તેવા વિદ્યાર્થીઓ જીલ્લાની SC/ST/OBC કચેરીનો સંપર્ક કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી પોતાની પ્રોફાઈલમાં નંબર બદલાવી શકે છે.