શુ ૨૦૦૦ રુ ની નોટ બંધ કરવામા આવી છે ? તમારી પાસે રૂ ૨૦૦૦ ની નોટ હોય તો આ માહિતી તમારા માટે છે.

2000 Rupees Note News in Gujrati | હવે 2000 રૂપીયાની નોટ પાછી ખેચવા અંગે કરાઈ જાહેરાત : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી. એને બદલે નવી પેટર્નમાં 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. RBIએ 2019થી 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું.

શુ ૨૦૦૦ રુ ની નોટ બંધ કરવામા આવી છે ?

News About 2000 Note in Gujarati | 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી આરબીઆઈ દ્વારા બેંકોને 2000ની નોટ બદલવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરેક વ્યવહાર દરમિયાન, વિનિમય માટે નક્કી કરાયેલ સંપ્રદાયોની ઉપલી મર્યાદા વીસ હજાર રૂપિયા હશે. બેંકોને ભવિષ્યમાં 2000ની કોઈપણ નોટો આપવા પર પ્રતિબંધ છે.

આ પણ વાંચો:

સ્માર્ટફોન સહાય યોજના ગુજરાત રાજ્ય હવે તમામ ખેડુતોને મળશે સ્માર્ટફોન ની ખરીદી પર સહાય

૨૦૦૦ની નોટ વિશે અગત્યની માહિતી

  • 2000ની નવી નોટ હવે નહીં છપાઈ.
  • હાલમાં બજારમાં 2000ની નોટ કાયદેસર ઉપયોગમાં લઈ શકાશે.
  • 23 મે, 2023 થી કોઈપણ બેંકમાં રૂ. 2000 ની બેંક નોટને અન્ય મૂલ્યોની બેંક નોટોમાં બદલી શકાય છે.
  • તમામ બેંકો 30 સપ્ટેમ્બર, 2023 સુધી રૂ. 2000 ની નોટ માટે ડિપોઝીટ અને વિનિમયની સુવિધા પૂરી પાડશે.
  • એકવારમાં 20 હજાર સુધીની નોટ જમા કરાવી શકાશે અથવા બદલી શકાશે.
  • એક સમયે વધુમાં વધુ 10 નોટ બદલાશે
  • ક્લીન નોટ પોલીસ હેઠળ આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થયા બાદ ચલણની જરૂરિયાતને કારણે આ નોટો રજૂ કરવામાં આવી હતી. પરંતુ હવે આ નોટ બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે.

નક્લી નોટોનો ચલણ વધ્યુ હોવાનુ પણ ધ્યાને આવેલ હોઈ માર્કેટમા પુરતુ ચલણ હોઈ આ નોટ બંધ કરાઈ હોય તેવુ માનવામાં આવી રહ્યુ છે.

અગાઉ સરકારે અચાનક ૫૦૦ અને ૧૦૦૦ રૂ ચલણી નોટો બંધ કરી હતી.

8મી નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું કે તમામ 500 અને 1000 રૂપિયાની નોટ હવે માન્ય રહેશે નહીં. તેના બદલે, રિઝર્વ બેંકે 500 અને 2000 રૂપિયાની નવી નોટો રજૂ કરી. આ પગલા પાછળનો હેતુ રૂ. 2000ની નોટને પાછી ખેંચી લેવામાં આવેલી નોટોના મૂલ્યને અસરકારક રીતે બદલવાનો હતો.

 

Gujarat Sewa Educational Website where you will be able to find details about various Jobs on different categories, Results, Syllabus, Government Schemes and much more.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!