શરૂ થતા જ હાર્ટ એટેકના કેસમાં વધારો થવા લાગે છે. પાછલા થોડા દિવસોમાં હાર્ટ એટેકના ઘણા કેસ સામે આવ્યા છે. જેણે લોકોની ચિંતા વધારી દીધી છે. હાર્ટ એટેક કોઈ પણ સિઝનમાં આવી શકે છે. પરંતુ તેનો ખતરો શિયાળામાં વધારે હોય છે. આખરે હાર્ટે એટેક અને ઠંડીની ઋતુનું કનેક્શન શું છે? આવો જાણીએ.. આ પોસ્ટ દ્વારા..
ફિઝિકલ એક્ટિવિટી જરૂરી
કાર્ડિયોલોજિસ્ટ અનુસાર હાર્ટને સુરક્ષિત રાખવા માટે ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જ જરૂરી છે. તમે દરરોજ 40 મિનિટમાં 4 કિમીનું વોક કરો. તો હાર્ટ એટેકનું જોખમ ઓછુ થઈ શકે છે. તમને હાર્ટની બીમારી હોય તો પણ સામાન્ય વોક તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે હાર્ટના દર્દીઓને જીમ ગયા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
શિયાળાની ઋતુમાં કેમ વધી જય છે હાર્ટ એટેકના બનાવો
હાર્ટ એટેકના કેસ શિયાળામાં વધે છે તે વાત સાચી છે. તેનું કારણ છે ઓછુ તાપમાન. શિયાળામાં તાપમાન ઓછુ હોવાના કારણે આપણા હાર્ટને બ્લડનો સપ્લાય કરતી નસો સંકોચાઈ જાય છે. તેનાથી હાર્ટ સુધી લોહી ધીરે ધીરે પહોંચે છે. તેના કારણે નસોમાં પ્લોટ ફોર્મેશન થાય છે. એટલે કે નસોમાં લોહી જામી જાય છે. એવામાં બ્લડનો સપ્લાય બરાબર નથી થતો અને હાર્ટ એટેક આવે છે.